Saturday, 24 December 2016

ગઝલ

શબ્દ  સામે  ચલી  ને લખાવે  મને,
રાતભર  અર્થ  આવી   મઠારે   મને.

યાર  તું   યાદને  સહેજ  સમજાવજે,
રોજ  આવી  હવે  ના   સતાવે  મને.

ભાગ્યથી જે  મળ્યું એ  ઘણું છે હવે,
જોઈએ  પણ  ન  તેથી  વધારે મને.

પ્રશ્ન   મારે   ઘણા  પૂછવા  છે  તને,
કો'ક દી'   રૂબરૂ   તો    થવાદે  મને.

શ્વાસ છોડ્યા પછી મેઘ ક્યાં છે ખબર,?
કોણ   આવી  ને   કાંધે  ઉપાડે  મને.

- મેહુલ ગઢવી 'મેઘ'

No comments:

Post a Comment