Saturday, 24 December 2016

હઝલ

.......હઝલ.......
આજ આંજાયેલ કાજળનો નજારો જો,
ને અણીયારા નયનનો છે ધખારો જો.

તુજ નશીલી આંખમાં ગરકાવ એવા થ્યા,
કે નથી મળતો ઉગરવાનો કિનારો જો.

દિલ તને આપ્યું હતું કોમળ કળી સમજી,
પણ,પડ્યો પથ્થર સમો તારો પનારો જો.

ભૂલથી તુંના રમત રમતો રમા સંગે,
લાગશે ઋગ્ણાલયે લાંબી કતારો જો.

છે 'કસક' દિલમાં કસક તારી હયાતીની,
એટલે કીધું, નથી ખોટો લવારો જો.
         -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment