Saturday, 24 December 2016

ગઝલ

વેદનાના સૂરમાં શોભી રહી  છે જીંદગી
વીરતાના નૂરમાં શોભી રહી છે  જીંદગી

શ્વાસને શણગારવો છે પોતના પ્રકાશથી
ઝાંઝવાના પૂરમાં શોભી રહી છે જીંદગી

આયખું આખું અમોએ એમને આપી દિધુ
યાદના  નુપૂરમાં શોભી રહી  છે જીંદગી

યાતનાઓ કેટલી આપી દિધી જો એમને
જયોતના કપૂરમાં શોભી રહી છે જીંદગી

સ્નેહની સોડમ બધી 'પાર્થની' પ્રસરી રહી
દોસ્તીના સૂરમાં શોભી  રહી છે જીંદગી

  પાર્થ ખાચર
          

No comments:

Post a Comment