☄☄ સુપ્રભાત ☄☄
હસી પણ શકું છું ,રડી પણ શકું છું.
કદાચિત તને હું ,ગમી પણ શકું છું.
મને ચાહનારા તને એ ય હક છે ,
કે હક છે ! , દગો તું કરી પણ શકું છું.
તમે કામ લીધું ફકત ચીંધવાનું ,
હું એ આંગળીથી લખી પણ શકું છું.
અગર જઇ શકું છું , હું પાતાળ માં તો ,
સિતારા ! , તને હું અડી પણ શકું છું.
-નીરવ વ્યાસ.
No comments:
Post a Comment