Tuesday, 20 December 2016

ગઝલ

એક જણ ધારદાર થઇ જીવે, 
ને બીજો તાર તાર થઇ જીવે !

એક સુખની ને બીજી દુઃખની,
કઈ કથાનો તું સાર થઇ જીવે..?

જ્યાં નથી કોઈ પ્રતીક્ષારત,
ત્યાં કોઈ આવનાર થઇ જીવે!

ઘર અને બહાર કંઈ ગણાય નહીં,
આમ શું કામ દ્વાર થઇ જીવે ?

હું ય જીવી શકું ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઇ જીવે !
-સ્નેહા પટેલ.

No comments:

Post a Comment