Tuesday, 20 December 2016

ગઝલ

⭕હોવાપણાંના હાથમાં.....

તારું હોવું કેવળ સત્ય,
ઊંચું જોવું કેવળ સત્ય.

તું પામે મખમલિયું આંસુ
એને લ્હોવું કેવળ સત્ય.

જીવન પાસે છે ને જાદુ,
મોતી પ્રોવું કેવળ સત્ય.

ક્ષણ સાથે ના નાતો જોડ,
ક્ષણનું ખોવું કેવળ સત્ય.

તારું હસવું સાચ્ચે સત્ય,
મારું રોવું કેવળ સત્ય.

તું તારો રધુવર થા આજ,
પગલું ધોવું કેવળ સત્ય.

તારું હોવું હિબકે હાલ
તારું હોવું કેવળ સત્ય.

                        - અનિલ વાળા

No comments:

Post a Comment