Tuesday, 20 December 2016

ગઝલ

ચાહતા સૌને રહે એવા સમય પૂજે જ છે;
શ્વાસ સમ પ્રત્યેક પળ આંબા સમા ઝૂકે જ છે !

એ ભલે આવ્યા પરંતું પારકા થઈને રહ્યા;
એ બધા ઘડિયાળની આંખો સતત જૂએ જ છે !

મસ્તીમાં આવી ગયા તો હોવું પણ પોંખી શક્યા;
ભાવકો સાચા ગઝલમાં આખરે ડૂબે જ છે !

માત્ર એવો છે તકાજો ક્ષણ સમું ઓળખ જગત;
પળ પ્રવાહિત છે  એ સમજ્યા પળ સહજ લૂંટે જ છે !

છે જ તો સઘળું અહીં કલ્યાણકારી ને સરળ;
ગીત મંગલ જે સનાતન ભાવને ઘૂંટે જ છે !

ગુણવંત ઉપાધ્યય

No comments:

Post a Comment