વાત પીંજરની જો કરે પંખી
આભમાં ડૂસકાં ભરે પંખી
આ સુરજ કોણ ઢાંકવા બેઠું
રાત આખી પછી ડરે પંખી
આંગણું મારું જળહળી જાતુ
દ્વારે ટ્હુંકા કદી કરે પંખી
થોડું જો વ્હાલ વાદળી વેરે
જળ મહીં શિલ્પ કોતરે પંખી
ઝાડમાં જાણે આરતી થાતી
નીડમા પાછુ જો ફરે પંખી...
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment