Thursday, 15 December 2016

ગઝલ

પાછળ વળીને દેખવા આદત પડી હશે,
મનમાં અજાણ્યા ખોફની આહટ ખડી હશે.

જીવન પ્રવાહો જેલવા લાંબી ડગર ભણી,
કેડી સફર ની ખેડવા હસ્તી લડી હશે.

માદક હવાએ આપતી મૌસમ વધામણા,
મોહક કળીને ફોરવા ઝાકળ અડી હશે.

યૌવન  હ્રદયના શોખને ચંચળ બનાવતું,
ઉન્નત બનીને લાગણી જોમે ચડી હશે.

ઊડતા સમયની પીઠ પર માસૂમ સવાર થઇ,
ભેદો ફલક ના જાણવા પાખો જડી હશે.

                     માસૂમ મોડાસવી

No comments:

Post a Comment