Friday, 16 December 2016

ગઝલ

મારા અંગે અંગ પર ઊંડા ઘાવ છે
જુઓ , જખમને મારાથી કેટલો લગાવ છે .

દર્દ એટલાં કે દર્દને પણ દર્દ થાય
હજુ પણ એમનો થોડો અભાવ છે .

છે ખબર કે ધોખો જ મળવાનો છે
છતાંય વિશ્વાસ કરવું એ મારો સ્વભાવ છે .

જીતવા માટે જજુમીશ હાર નહીં માનું
જીવનની રમતનો આ આખરી દાવ છે .

તાકાત નથી મારી કે હું તને મારી શકું
આ મોતે આપેલો મારા વિશે પ્રતિભાવ છે .

- અક્ષય જોશી

No comments:

Post a Comment