મ્હોરી જવાની બાગને સૂરત નવી ધરે,
ઝાકળ સવારે ફુલને રંગત નવી ધરે.
ધડકે હ્રદય ની ભીતરે કદરો હયાત ની,
મનખે ધરેલા રુપને ઉલ્ફત નવી ધરે.
જીવન સવાલો જાતને રાખે તનાવ માં,
ઘટના પ્રવાહો કાલની મૂરત નવી ધરે.
ઘડતી સદીના ધોરણો નુતન પરંપરા,
મુલ્યો બદલતા દૌરને અજમત નવી ધરે.
સૌદાગરી ને પોષતી નીતિ મહાજની,
જડતા ભરેલી સોચને તાકત નવી ધરે.
આંખે તરીને જાગતી સપના ભરી સહર,
વધતી કતારો કાલની સૂરત નવી ધરે.
લાધે બળુકા હાથને માસૂમ કસબગરી,
દ્વારો ખુશીના ખોલતી રાહત નવી ધરે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment