આ જિંદગીથી પણ એક દિવસ હું એવી બગાવત કરી જઈશ
કે શ્વાસને બંધ રાખીને પણ હું જોરદાર જમાવટ કરી જઈશ
સોના કરતાં પણ ભલેને કિંમતી હોય આ અધરો ઉપરનું સ્મિત
તોરણ આંસુઓના બાંધીને પણ જિંદગીની સજાવટ કરી જઈશ
તન્હાઈમાં રુદન ને મહેફિલમાં હોય છે મુસ્કાન સદા સાથી મારા
તારા હર પહેલુમાં જિંદગી હું તને બેપનાહ મુહોબ્બત કરી જઈશ
મૃગજળ તો મૃગજળ ફક્ત એકજ વાર પ્રેમથી પીવરાવો તો ખરા
મનની માવજતથી રેતાળ રુદિયામાં પણ ખિલાવટ કરી જઈશ
હારીને હંમેશા આનંદ જીતનો અમથો અમથો જ લેતો રહ્યો સદા
ત્યાગનાં આંગણમાં આમ જ દિલના કિસ્સાની પતાવટ કરી જઈશ
આ "પરમ" જીવન અસ્તિત્વ ને જ અર્પણ થવાનું છે એક દિવસ
મરું પણ ન મરું જીંદગી -"પાગલ" થઈ એવી કરામત કરી જઈશ
ગોરધન ભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment