Thursday, 15 December 2016

ગઝલ

મૌન શબ્દોને જો વહાવી નથી શકતી,
અશ્રુનો વિકલ્પ વિચારી નથી શકતી.

થાકી ગઈ બધે તર્ક કરી કરી ને,
સત્યનો ભાર વેંઢારી નથી શકતી.

સંઘર્ષ થતો રહે બહારે કે ભીતરે,
હું મને મારાથી બચાવી નથી શકતી.

આખરી મુકામમાં તો શ્વાસો જ ખૂટે,
હજી એ શ્વાસને આકારી નથી શકતી.

દવા ને દુઆ શું કામ કરતા હશે ભલા?
મૃત્યુની શાશ્વતતા નકારી નથી શકતી.

અર્ચના

No comments:

Post a Comment