................પ્રેમ રોગ નથી........................ પ્રેમ રોગ નથી કે એનો કોઈ ઇલાજ થાય. ઇશ્વરનું વરદાન કુદરતનોં આદેશ કહેવાય. પ્રેમમાં મીઠું દર્દ વિરહ્ની વેદના સમજાય. છતાં આ રોગનથી કે એનો કોઈ ઇલાજ થાય. આ સામે ચાલીને વધાવેલૉ મીઠો ઘા કહેવાય. હૈયાંની કશક ઘવાઈને પણ મીઠી સમજાય. હૈયું લઈને પ્રેમથી હૈયું સામે આપી દેવાય. એકબીજાનાં શ્વાશ પરોવીને સાથમાં જીવાય. પ્રેમ કાજે જિંદગી શું જન્મો દાવપર લગાવાય. મળી જાય જો સાચાં હ્રદયનો પ્રેમ તો વધાવાય. કામ સુખ કરતાં જીવ સુખનો આંક ઉપર જાય. શબ બને શરીર છતાં "દિલ"નોં પ્રેમઅમર થાય. દક્ષેશ ઈનામદાર."દિલ"..
No comments:
Post a Comment