Wednesday, 14 December 2016

ગીત

જગ ને ખાતર જાગે , સાહિબ જગને ખાતર જાગે
છેક ભાંગતી રાતે, જાતે ઊંડુ તળિયું તાગે,
સાહિબ જગ ને ખાતર જાગે ...

માળા ના મણકા આપે છે, હળવેથી હોંકારો,
સાખ પૂરે છે પાછો, ધખતી ધૂણી નો અંગારો,
મન માને નહીં એનું , આ કાયા ના કાચા ધાગે,
સાહિબ જગ ને ખાતર જાગે ...

પરમારથ ને પંથ , પંડ નું પોત પીગળી જાતું,
કોઇ આંખ માં આથમતું આંસુ એને વંચાતુ,
વાયુ થઇ ને શ્વાસે શ્વાસેરોજ વિહરતા લાગે
સાહિબ જગને ખાતર જાગે ...

છેક ભાંગતી રાતે, જાતે ઊંડુ તળિયું તાગે,
સાહિબ જગ ને ખાતર જાગે ...

-નીતિન વડગામા

No comments:

Post a Comment