Wednesday, 14 December 2016

ગઝલ

જાય છે એ કાન...

આમ સૌની લાગણી જ્યાં સળવળે છે..*
આંખ ભીની લાગણીએ ટળવળે છે...

શ્યામ તારી વાંસળી હું સાંભળું છું..
ગોપ ગોપી જેમ દિલમાં કળ વળે છે...

ગોધુલી ઊડી, બન્યો તું પાંડુરંગી..
જોઇને આંખો અમારી ઝળહળે છે...

આ સમીરે રાસ રમવા દોટ મૂકી..
વૃક્ષમાં વૃંદાવને એ હળહળે છે...

મારવા કુદકો ભલે તૈયાર થ્યો છે..
આજ જમના પણ હવે તો ખળખળે છે...

ગોકુળીયાંની અમે વાતો કરીએ..
ગોધને પણ વાત આખી ચળવળે છે...

જાય છે એ કાન મથુરાના નગરમાં..
આ 'જગત'ની આંખ આજે ઝળઝળે છે...Jn

No comments:

Post a Comment