Wednesday, 14 December 2016

અછાંદસ

પોપચાને કહી દો કે બંધ થાય,
પેલી આવતા શરમાય
એ ધીમે પગલે
નત મસ્તકે
આખી ન્યાત સાથે
હળુક દઈને વાય
અનહદના વાયરા સાથે
સ્વપ્નપરી મોઘમ.
== મંથન ડીસાકર (સુરત)

રાત રંગવા બેઠા છે.
પેલા આગિયા
અને ભૂંડા તમરા નડે
કાગારોળ કરીને
એ ય, સંભાળ રાત રંગવા બેઠા છે
પેલા આગિયા 
મોરની પીંછી લઇ ઉછીની
કોઈ ઊંઘતી પતંગિયાની પંખ પર
નમૂનો બનાવી
એ ય, સાંભળ, રાત રંગવા બેઠા છે
પેલા આગિયા.
ચાલ, સવારે જોઈશું
આખી રંગપુરણી અને પૂછીશું
બીજા કોણેકોણે મદદ કરી
પેલા આગિયાને
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment