તરાહી ગઝલ
મીટ માંડી આંખ આ અંજાય છે
જામ સાકીના હવે ઉભરાય છે.
વાયરાથી ચૂંદડી થોડી સરે,
તાર સંબંધોના ત્યાં ગૂંથાય છે.
ઘાટ નખશિખ એટલો આપ્યો ખુદા,
સાજ છોડી સાદગી ચર્ચાય છે.
આપનું મુખ જોઈ મનમાં થાય છે,*
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.*
મન-હરણ અટવાઈ રણમાં ભાગતું,
પ્યાસ પ્રેમીને હવે વર્તાય છે.
હેતલ મકવાણા
No comments:
Post a Comment