ગઝલ
*આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્થા જાય છે.*
છે નશો તારા ચહેરાનો મને,
આંખ મીચું છું અને દેખાય છે.
પ્રેમમાં તારા તયોૅ પથ્થર બની,
જે યુગોથી જડ બની પૂંજાય છે.
શબ્દ છે વંટોળ થૈ ને ઊમટ્યા,
મૌન તારું શૂળ થૈ ભોંકાય છે.
આંખ તારી જામ થૈ છલકાય છે,
ને છબી મારી તણાતી જાય છે.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment