Tuesday, 20 December 2016

ગઝલ

મારા દિલને તારા દિલની સંગત મળી ગઇ.
સુખ દુઃખે સાથે રહે એવી અંગત મળી ગઇ.

હૈયાના ઉપવનમાં ખીલ્યા છે પ્રેમના પુષ્પો,
ફોરમને પુષ્પની જાણે સોબત મળી ગઇ.

પાનખરની હવે કયાં કોઇ જરૂર રહી છે?
વસંત જેવી મોસમની જ્યાં રંગત મળી ગઇ.

નરકમાં રહેતો હતો આજ દિન સુધી હું,
તારો સ્પર્શ થયો ને જીંદગીને'જન્નત' મળી ગઇ.

............................ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)

No comments:

Post a Comment