Tuesday, 20 December 2016

૨ ગીત

શૈલેષ કાલરિયાના બે કાવ્યો

(1) લેંઘો છે કે માણસ ?

કાયમ રંગો બદલે છે, લેંઘો છે કે માણસ ?
લાંબો �ટૂંકો થયા કરે, લેંઘો છે કે માણસ ?

મેલો ઘેલો થાતો તૂટી તૂટી સંધાતો,
નાનો મોટો જોવા મળે, લેંઘો છે કે માણસ ?

ફગ ફગ થાય તેથી શું ધ્વજ કહેવો તેને ?
સૂકો ભીનો થયા કરે, લેંઘો છે કે માણસ ?

જાગરણ અને ઉજાગરા મહી ભેદ સમજવો
વેચાતો વહેંચાતો ફરે, લેંઘો છે કે માણસ ?

કાયમ અંતરમુખી તોય ત્યાંને ત્યાં રહ્યો,
ડરતો ડરતો જીવ્યા કરે, લેંઘો છે કે માણસ ?

(2) ખાલીખમ્મ !

એટલાં ભર્યા કે ખિસ્સા ફાટ્યા, આપણે તો ખાલીખમ્મ !
હમણાં હજું અમે ખુદને દાટ્યા, આપણે તો ખાલીખમ્મ !

ચાળણી લઈને નસીબ ભરવા સાૈ ગયા મૂરખાઓ,
પાંડવો પણ યુધ્ધથી થાક્યા, આપણે તો ખાલીખમ્મ !

ભીષ્મ પણ હણાયા, પૂરી પ્રતિગ્ના કરી હોવાથી શું ?
તીર પ્રેમનાં તેનેય હશે વાગ્યાં, આપણે તો ખાલીખમ્મ !

આટલાં વર્ષોનો પરિચય તારો અને મારો એળે .
પાણીના પુરે તરસ્યા માર્યા, આપણે તો ખાલીખમ્મ !

અમને તો ખુદા લૈ ગ્યા પછી નનામીમાં ભાર કોનો ?
'દોસ્ત' અંતિમ પળે એ લાઝ્યા, આપણે તો ખાલીખમ્મ !

No comments:

Post a Comment