Tuesday, 20 December 2016

અછાંદસ

##મારી કલમ##

વિરાન અંધકારમાં,
ઠંડીથી કણસતા શ્વાનના શ્વાસ જેવી,
થોડી ભૂખી પણ ખરી,
બે આંખો માં ચકળ વકળ થતી બે આંખો ,
મોંમાં ફુવારા છૂટતા પણ ફોક,
એ કાબરી બિલાડીનું
સુખદ સ્વપ્નું જ હતું.
જે ટીબી ના રોગીની ખાંસી જેમ કાયમી હતું.
ક્યારેક ભૂખ સંતોષવા
વાળ ખંખેરી,
ઠંડી હડસેલી દોડી વળતી,
ઝાંઝવા પાછળ દોડતી મૃગલી જેમ,
ને સફળતા નિષ્ફળતા ના અંતે,
ફરી કણસતા શ્વાન ના શ્વાસ જેવી મારી કલમ
વિરાન અંધકારમાં.........

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment