Tuesday, 20 December 2016

ગઝલ

== ગઝલ ==
છે કતારો પણ પ્રભુને આવવાની વાર છે.
છે ફકીરી હાલ તો પણ માંગવાની વાર છે.

ક્યારનીયે બાંગ પોકારી દીધી છે કૂકડે
પણ હજુ તો માણસોને જાગવાની વાર છે.

તીર તાકી માછલીની આંખ હું વીંધીશ પણ,
ત્રાજવામાં પગ હજુ ટેકાવવાની વાર છે.

ચોતરા પર ચીતરાવી દે છબી મારી ભલે
હાર સુખડનો હજુ પ્હેરાવવાની વાર છે.

બારણેથી યમદૂતો પણ એટલે પાછા ગયા,
દીકરી "મંથન"ની તો પરણાવવાની વાર છે.

આજ ગઝલનાં બીજા પાંચ શેરી પ્રશ્નો...

તું કહે તો હાલ સિધાવી જઉં હું સ્વર્ગમાં,
દોસ્ત, તારો દ્વાર દિલનો ખોલવાની વાર છે?

શ્વાસના બે ધોરિયાઓ જોતરાવીને મથું.
જિંદગીની સરજમીંને ફાલવાની વાર છે.?

છે ધીરજનાં ફળ મીઠાં કહેવત ધણી મેં સાંભળી,
કેટલી એને હજું પણ પાકવાની વાર છે?

ભરબપોરે તરબતર થઈ જાય છે એ ઝાડવુ,
છાંયડાનો ટૂકડો ઓઢાડવાની વાર છે?

સોડ તાણીને સુએ છે રાત કાયમ બેખબર,
સૂર્યની જાહોજલાલી પામવાની વાર છે?
==  મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment