Tuesday, 20 December 2016

ગઝલ

== ગઝલ ==
છે કતારો પણ પ્રભુને આવવાની વાર છે.
છે ફકીરી હાલ તો પણ માંગવાની વાર છે.
ક્યારનીયે બાંગ પોકારી દીધી છે કૂકડે
પણ હજુ તો માણસોને જાગવાની વાર છે.
તીર તાકી માછલીની આંખ હું વીંધીશ પણ
ત્રાજવામાં પગ હજુ ટેકાવવાની વાર છે.
ચોતરા પર ચીતરાવી દે છબી મારી ભલે
હાર સુખડનો હજુ પ્હેરાવવાની વાર છે.
બારણેથી યમદૂતો પણ એટલે પાછા ગયા,
દીકરી 'મંથન'ની તો પરણાવવાની વાર છે.
==  મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment