દુર્વા અને ફૂલો સજાવી સૌ કરે તુજ આરતી,
બે હાથ ને મસ્તક નમાવી સૌ કરે તુજ આરતી.
.
ઘી નો કરી દીવો અમે કંકુ અને ચોખા ભરી,
ઢોલક અને વાજા વગાડી સૌ કરે તુજ આરતી.
.
યજમાન થઈને આવજો બિરાજજો મારા ઘરે,
બસ લાડવા તુજ ને ધરાવી સૌ કરે તુજ આરતી.
.
છે સ્થાપના મુજ ઘર ની ભીતર આસથા તુજ ની કરી,
કષ્ટો ને ખુદ ના તો ભુલાવી સૌ કરે તુજ આરતી.
.
દુઃખો હરિ સુખ આપજો એ "મિત્ર"ની છે પ્રાર્થના,
દુઃખ ને ભૂલી સુખ ને વધાવી સૌ કરે તુજ આરતી.
.
રાકેશ રાઠોડ "મિત્ર"
Tuesday, 20 December 2016
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment