તને શું કહે છે મને શું કહે છે,
જમાનો સમયની તરફમાં રહે છે.
તને એમ કે આવશે એક સાદે,
દિશાએ પવનની તપાસી વહે છે.
કરે જે ગુનાઓ હસીને અદાથી,
કરમના ફળોને રડીને સહે છે.
વિધાતા હશે કોણ છે કયાં ખબર છે?
ખુદા તો પસીને નસીબો લહે છે.
ભરોસો ખુદા પર નથી જાત પર પણ,
કરી બંધ આંખો સલાહો ગ્રહે છે.
'દાજી'
No comments:
Post a Comment