જોતા સમયના તાલને નજરો નજર સદા,
ઉલટા પડેલા દાવની પડતી અસર સદા.
મનની તરંગી ચાલપર જીવન ગતિ કરે,
ભાવિ ખયાલે જાગતી સુંદર સહર સદા.
જનમે બધાને આંગણું રમવા મળે નહીં,
આખર પડાવે સાંપડે બેગજ કબર સદા.
જોખમ ઉઠાવી.જાતનું લાંબી લડત થકી,
પીડા સહીને માનવી કરતા સબર સદા.
લાંબી સફરના સાથની પલતી ઉમીદમાં,
તનહા નસીબે ચાલતી જીવન સફર સદા.
બદલી સદીના જાંખતા મંજૂર અજીબતર,
પામર ચરિત્રો પામતા ઊંચી કદરસદા.
માસૂમ પડેલા ઘાવની પીડા સહન કરી,
મોંઘા ઇલાજે જીવતા રાહત વગર સદા.
માસૂમ મોડાસવી .
No comments:
Post a Comment