Tuesday, 20 December 2016

અછાંદસ

હે,વૃક્ષ !
મારેય ગાવું છે
તારી જેમ મોેન રહીને
લખવી છે
કવિતાઅો
તારા છાંયાની જેમ,
ઝૂમવું છે,
નાચવું છે
તારા પાંદડાં અને ડાળીઓની જેમ.

મારેય
ભેટવું છે તને
પ્રેમથી
વેલીની જેમ.

મારેય
વર્ષારાણીને ટપટપાવવી છે
પાંદડે-પાંદડે.

તારી જેમ
મારેય ઊંડે સુધી જમીનમાં
રોપવા છે મૂળિયાં.         

હે, વૃક્ષ!
લંબાવ તારા હાથ,
તેડી લે મને બાળકની જેમ,
ઉછાળ આકાશમાં
અને ઝીલી લે ફરીથી તારા હાથોમાં
શૈલીની જેમ.

હુંય જોતો રહીશ તને વિસ્મયથી
ને પછી ખડખડાટ!

-મનસુખ લાખાણી

No comments:

Post a Comment