Thursday, 28 September 2017

ગીત

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,
આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.

જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,
તે પર પાથરી બેઠો તું  તો  ઝીણી પ્રપંચની જાળ;
ધર્માદાચણથી પંખી ન ઉડાડી એ જી.
રામની...

રામની વાડી ગામ આખાની હોય ન એને વાડ;
બાંધ  જો તારું  ચાલતું  હોય તો આભને આડી વાડ;
વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી.
રામની...

રામની વાડી ભોગવવી ભાઈ, હક્ક નાં  પાઈ નીર,
સૌને વ્હેંચી  ચાખવી આપણે રામના ફળની ચીર,
આપણા ભેગાં સૌનાં  ભાણાં માંડીએ જી.
રામની....

-  નટવરલાલ કુબેરદાસ પંડ્યા
        'ઉશનસ્'

No comments:

Post a Comment