Tuesday, 26 September 2017

ગઝલ

ચાહવાની વાત  કર મા,
એ નશાની વાત કર મા !

આવી ના શકશે તું પાસે ,
આંબવાની વાત કર મા !

વાત ગમતી એક બે  કર,
અણગમાની વાત કર મા !

કરવી હો તો મારી તું કર!
તું  બીજાની વાત કર મા !

આવી છે તો રહેવું પડશે !
તું  જવાની વાત કર  મા !

મુક્ત રહેવાનું ગમે, તું
બાંધવાની વાત કર મા !

શેરિયત આવે એ જો, માત્ર
કાફિયાની   વાત   કર   મા !

ચિંતા ક્યાં પર્યાવરણની ?
તું  ધરાની વાત કર  મા !

સાચવીને રાખજે દિલ ,
તોડવાની વાત કર મા !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment