મારી ભીતર ઝાંખવાની વાત ના કર.
આયનાને સાંધવાની વાત ના કર.
ઝેર પાઈને ઉછેર્યો છે મેં ખુદને;
આપી અમૃત મારવાની વાત ના કર.
બર્ફથી પણ આમ દાઝી જાઉ છુ હું;
આગ પાછી ચાંપવાની વાત ના કર.
પાંજરામાં પૂરી શકતી હોય તો પૂર;
લાગણીમાં બાંધવાની વાત ના કર.
ઝેર એનું નાથવુ બહું અઘરું પડશે;
માણસોને પાળવાની વાત ના કર.
સર્જક
No comments:
Post a Comment