Tuesday, 26 September 2017

ગઝલ

પ્રિય ગુરુવારી મિત્ર,
આજે એક ગઝલ મોકલું છું. એક જ વિચાર કે ભાવને લઈને લખાઈ છે તો તમારો અભિપ્રાય મને નવી દિશા આપશે તેવી અપેક્ષા છે. પ્રતિભાવશો ને?
=++=++=++=++=++=++=
*વૃધ્ધ થઈ રહેલાં પ્રૌઢની ગઝલ*
જો પગમાં પંખીડું ટહુકો કરે તો ચુપ રહેવાનું ?
વિચારો બાપડા જો ફરફરે તો ચુપ રહેવાનું ?

ઉમર સાગરની છે ઝાઝી ભલે પણ ઘૂઘવે તો છે
કિનારે નાવડી જો લાંગરે તો ચુપ રહેવાનું ?

જમાનો એક આખો જે તારી સાથે ગુજારેલો
કરીને યાદ જો વ્રણ વિફરે તો ચુપ રહેવાનું ?

ગહેરી ઊંઘમાં સરકી જવાનું મન ઘણુંયે થાય
અલી તું જામ મધરાતે ભરે તો ચુપ રહેવાનું ?

જીવન ગજવામાં રાખી મોજથી મેં વાપરી નાખ્યું
વગર ગજવાનું કપડું વાપરે તો ચુપ રહેવાનું ?
== મંથન ડીસાકર (સુરત)
*21/09/2017 ગુરુવાર (129)*
=++=++=++=++=++=++=

No comments:

Post a Comment