ઉન્માદ મારો ખબર નહીં પણ કેમ અધુરો હોય છે,
ઍનું તો ઍવુ છે કે ઍ આરંભે સુરો હોય છે.
જતી વેળા તો લઈને નીકળું છું હું સલામત,
પાછા ફરતા ઍ હ્રદય નો ફકત ચુરો હોય છે.
પ્રેમનો આનંદ અને અધુરો ઍવું હોય નહીં,
કયાં તો બીલ્કુલ નહીં ને કયાં તો પુરેપુરો હોય છે.
તું સફળતાનો સ્વાદ ન ચાખીશ 'દિપક',
થોડો તીખો, થોડો કડવો, થોડો તુરો હોય છે.
- દિપક ઠાકર
No comments:
Post a Comment