Thursday, 27 April 2017

અછાંદસ

અછાંદસ:શબ્દનો સધિયારો

વર્ષો જૂની નોટબુક હાથ લાગી.
જાણે કોઈ અંગતની બાથ લાગી.
કાગળે કાગળે એ જ અક્ષરો,
પણ તેમાં મારો ઉલ્લેખ સુદ્ધા નહોતો.
મારા માટે જ લખાયેલું વર્ણન,
આબેહૂબ જાણે મને જ કંડારી હતી,
કે પછી
એના હાથની ધ્રુજારી હતી.

એક પછી એક પાનાં ફેરવતી ગઈ.
એના આંગળની સુગંધ શ્વાસમાં ભેળવતી ગઈ.
શબ્દે-શબ્દમાં પ્રેમ નીતરતી લાગણી,
મારાથી દૂર કરવા મજબૂર કરતી સમયની માંગણી,
રબરની ચેકચાકમાં પણ મેં કૈક શોધવા
પ્રયત્ન કર્યો.
નિષ્ફળતા😔
ભાર દઈને ભૂંસાયેલ શબ્દ
કાગળને કરચલી આપી ગયો.
અનેક ભીની વેદના કાપી ગયો.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment