આંબાની ડાળીએ બેઠેલું પારેવું
એના દલડાંની વાત મને કે’તુ
આ ઝાડની ડાળ પર વસુ છુ હું
કે પછી ઝાડ આ મારામાં રે’તુ
આભમાં રોજ રોજ ઉડ્યાં કરુ હું
કે પછી આભ મારી પાંખમાં વે’તુ
પથરાને અડકીને વેહતુ આ ઝરણું
ખળખળ કંઇ વાત એવી કે’તુ
પાણીમાં દેખાય આ પથરાનુ હોવુ
કે પછી પત્થરમાં પાણી આ વે’’તુ
ફૂલોની પાંખડીએ બેઠેલું પતંગિયું
લાગે જાણે વાત એવી કેતું
ફૂલો પર બેઠેથી છુ હું સુંદર
કે પછી મારાથી સુંદર એ રે’તું
ઊછરતા ઝાડને નીરખુ રે એમ
જાણે ઝાડ આ મારામાં રે’તુ
એક દી ઝાડમાં પ્રવેશીતી આખી
આજ ઝાડને મારામાં ઊછરતું દેખું
-કિરણ જોગીદસ
No comments:
Post a Comment