યાદો ઘાયલ તો કરવાની ,
આદત છે એની ખરવાની .
ડંખે જ્યારે જખ્મો જૂના ,
કાળી બળતરા તો થવાની .
થોડી તો જોઇએ હિંમત ,
ઊંડા પાણીમાં તરવાની .
બદલાય જગત આખું છોને ,
એ એની એ જ રહેવાની .
સારું ખોટું ભેગુ કરીને ,
સામે લાવીને ધરવાની .
જાઓ દૂર ગમે ત્યાં એ તો ,
આગળને આગળ મળવાની .
સમજાવો તેને રોજ તમે ,
ન કદી 'જશ' પાછી ફરવાની .
જશુ પટેલ
૨૭-૦૪-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment