Sunday, 5 April 2020

ગઝલ

,                 *જિંદગી.*
જિંદગી ભરપૂર દુઃખ,અલ્પ સુખમાં વઇ ગઈ.
જીવનમાં એક ખાસ વાત,કહેવાની રહી ગઈ.

  દુનિયાના રીત રિવાજોની વાત શીદને છે નોખી.
સમજાયું ત્યારે દરિયે દરિયે,તેની ખારાશ રહી ગઈ.

કોઈ કડવી વાણી બોલે,બહાનાં,બતાવી કંઈ.
જીવનની અટપટી આંટીઘૂંટીમાં માયા રહી ગઈ.

જગતની પીડા મધની જેમ ચાખી,પણ..
ગાલના ફળિયે,આંસુંની,ફરિયાદ રહી ગઈ.

પ્રેમના બંધનમાં,પ્રેમ કરી ભૂલવાની આદત ખોટી.
હવે પોતાના સ્વજનોની,દાનત ખોટી થઈ ગઈ.

રાહ જોતાં પોતીકાની,ક્ષણ સમયની વહી ગઈ.
જીવનમાં એક ખાસ વાત,કહેવાની રહી ગઈ.
     *^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
                  *અમદાવાદ.*

No comments:

Post a Comment