ગાલગાગા ૩ ગાલગા
હોવી જોઈએ..-મારા વિચારો.
શબ્દ તારા સ્પર્શના, એ વાત હોવી જોઈએ,
ચોટની દિલમાં પછી સૌગાત હોવી જોઈએ..
હો અહીં ઊંચા ગગનમાં આપનું એ સ્થાન પણ,
પગ જમીં પર હો સદા ઔકાત હોવીજોઈએ..! !
એ જ શબ્દો, એ જ અર્થો શું અલગ એ વાતમાં?
રક્તમાં બોળો કલમ તો ભાત હોવી જોઈએ..
ના તમે છલકાઈ જાતાં કો' અધૂરા ઘટ સમું,
ગાગરે સાગર છલકતી જાત હોવી જોઈએ..
હો ભલે સંજોગ અમને કંટકો સમ વિંધતાં?
પણ ગુલાબો થી મહેંકતી રાત હોવી જોઈએ..
અંજના ગાંધી "મૌનું"
વડોદરા
No comments:
Post a Comment