આંગણું, નિશાળ ને ઘર સાંભરે
એજ પાટી , એજ દફતર સાંભરે
મોજ મસ્તી ઝૂલતી વડવાઇ ને
એજ મિત્રો ,ગામ પાદર સાંભરે
સાંજના ભેગા થતા મંદિરમહી
વાગતા એ ઘંટ ઝાલર સાંભરે
થોકબંધ મારા સ્વપન લઇ નીકળી
એજ ઘરને એજ ઉંબર સાંભરે
બે ઘડી મેં ધૂળને સ્પર્શી હતી
આંગણે માણ્યો એ અવસર સાંભરે
ભારતી ગડા
ખજાનો હતો🌷
પાંચ પૈસા તણો એ જમાનો હતો
આવશે યાદ એવો સુહાનો હતો
વ્હાલ વરસાવતો હાથ 'મા' નો હતો
એજ કુબેર કેરો ખજાનો હતો
રોટલી ગોળ ગરમા ગરમ આપતી
ક્યા મળે સ્પર્શ એતો પુરાનોહતો
રોજ બચપણ તણી યાદ વાગોળતી
મોજ મસ્તીભર્યો એ તરાનો હતો
એજ જાહોજલાલી ફરી આવશે ?
આજે હરઘડી નો ફસાનો હતો
ભારતી ગડા
No comments:
Post a Comment