ગાલગાગા/ગાલગાગા/ગાગા
એક જેવા એ જુદા ના થાય
આંખ થી સપનાં જુદા ના થાય
આ વિરહથી વેદના અળગી ક્યાં
યાદથી આંસુ જુદા ના થાય
એક મળવાના તને મનસૂબા
શ્વાસમા ભળ્યા જુદા ના થાય
સાવ નોખા તોય લાગે એક
ઝાંઝવાથી જળ જુદા ના થાય
કોણ જાણે ક્યાં જવું છોડીને
પ્રાણ ને પીડા જુદા ના થાય
કિરણ જોગીદાસ "રોશન"
No comments:
Post a Comment