આ નગર આખું જો કેવું ટપાલી છે
બેગ ભરચક, ચહેરા સાવ ખાલી છે
તરબતર છોકરીની છાતી ચૂમે છે
જો ને વરસાદ પણ કેવો મવાલી છે
ગટગટાવી પ્રતીક્ષા આંખમા એવી
તું જ સાકી, તુ જામ ને તું પ્યાલી છે
ના ઉતર્યો કદીયે દાવ સ્પર્શોનો
વડલે છુપાવેલી મેં સાત તાલી છે
ચાર દીવાલથી કૈં ઓછું ઘર બને,
દીકરી છે એથી જાહોજલાલી છે .
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment