Tuesday, 25 April 2017

ગીત

એવુ કોઈ ગમે ! શૌર્ય.

નજરો થાય ભેગી અને નજરો જેની નમે....એવું કોઈ ગમે !

પછી વાતચીતમાં આવે , વચ્ચે નાસ્તો ,
અને પાણીપુરી ,એ પેટ ભરીને જમે....એવું કોઈ ગમે!

પછી વાતચીતમાં આવે , વચ્ચે મોબઈલ ,
પછી આખો દી' વોટ્સ એપ વોટ્સ એપ રમે....એવું કોઈ ગમે !

પછી વાતચીતમાં આવે , વચ્ચે આકાશ ,
તુ ચાંદ અને બાકી તો તારલા ટમટમે....એવું કોઈ ગમે !

પછી વાતચીતમાં આવે , વચ્ચે બલિદાન ,
થાય કંકુના અને આખું ઘર ધમધમે....એવું કોઈ ગમે !

છેલ્લે વાતચીતમાં આવે , વચ્ચે પરિવાર ,
અને રીંગણા,બટાકાં,દૂધી,ભીંડા હાટુ ચારેકોર ભમે....એવું કોઈ ગમે !
શૌર્ય પરમાર.

No comments:

Post a Comment