Wednesday, 14 December 2016

ગઝલ

એક-બે શિકાયત છે,એક-બે શિખામણ છે,
પીઠ પર બધાની બસ એક જેવું ભારણ છે.

એ રીતે દરદના પણ રંગ રૂપ બદલાશે,
જે રીતે નવો સૂરજ રાતનું નિવારણ છે.

ખળખળી જવું જોઈ ક્યારનો મથે છે એ,
પાણનું પીગળવું ક્યાં આજની મથામણ છે !

તીર નાભિ પર વાગે એની રાહમાં ભટકે,
આપણું આ મન પણ તો દસ મથાડો રાવણ છે.

મેચ થાય ફ્રિક્વન્સી તો એ સ્પષ્ટ દેખાશે,
દોડતાં આ દૃશ્યો સૌ ઈશ્વરી પ્રસારણ છે.
-જિગર ફરાદીવાલા

No comments:

Post a Comment