પ્રતીક્ષા
વાટ જોઈને
બેસી રહી
આંખ સામે ઊગીને,
ઝુલી રહી ડાળ,
ઘસમસતી નદી
વહી જાય દૂર...
આશાના તરંગોવતી
પર્વતની બેય સીમા
સાથે બંધાયેલી,
સામ સામે જોયા કરે,
હરિયાલું હસે
મારી સામે
ભીતર કોરી કટ,
ભૂમિમાં પાગરતું લવે
ખીલશે એક ફૂલ હવે,
એવી આશ
આકાશ ભરીને આંબે,
હાથ ફેલાવી ફફડે
કલશોર ભરીને
લીલું લીલું તરે
ખીલું ખીલું થઈને...
ડૉ. ભાવેશ જેતપરિયા
No comments:
Post a Comment