Wednesday, 14 December 2016

ગઝલ

-----++ ગઝલ ++-----

વાતમાં મન મારું આવી જાય છે,
ધૂળમાં બચપણ કદી ખોવાય છે.

દિલથી ભેટું કૈં રીતે વ્હેવાર થૈ;
શૂળ અંતરમાં જૂની ભોકાય છે.

એક પગલું તારું પડતાં માગઁ પર;
કૈં ક કેડી  ફૂટતી દેખાય છે!

આંગળી ચીંધી બતાવે દોષ જે;
જાત એને ક્યાં કદી સમજાય છે ?

બોલવા દે તું મને જાહેરમાં;
અંદરો અંદર "નફસ" ગુંગળાય છે.

//- નરેન્દ્ર મકવાણા "નફસ"

No comments:

Post a Comment