Wednesday, 14 December 2016

ગઝલ

આપણાં સંબંધની આ વારતા,
પ્રેમના આરંભની આ વારતા.

કયા હશે?કેવા હશે?કોને ખબર!,
તું જ છે આનંદની આ વારતા.

શીખવી દયોને હવે ગાગાલગા,
છંદથી જડબંધ છે આ વારતા.

જો ભગત થઈ પૂજતો એ શીવને,
છે વહાલા સંતની આ વારતા.

આમ લત લાગી હવે તારી મને,
હા,ગમી વંઠેલની આ વારતા.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment