કાયમી મોતને બાથમાં રાખતો,
એટલે હું કફન સાથમાં રાખતો.
છે હૃદય રક્તની ધારમાં ખેલતું,
આજ પાછું હૃદય હાથમાં રાખતો.
બોલવુંતું ઘણું મૌનમાં બોલતો,
તોય તે શબ્દને કાથમાં રાખતો.
શ્વાસ ધીમા થયા હાંફતા દેહનાં,
જીવતી આગને આથમાં રાખતો.
મોજથી જિંદગી છૂટવાને મથું,
છો 'કજલ' તું કબર નાથમાં રાખતો.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment