યાદ આવે છે,
વસંતી વાયે વ્યોમ,
ભીંના છે નૈન..
પ્રેમે શું જોવું,
અમથી હૈયા હોળી,
ભીંના છે નૈન..
ના વિસરાય,
પાલવ કેરો સ્પર્શ,
ભીંના છે નૈન..
ઝાંકળ સંગે,
આજ થયો વિરહ,
ભીંના છે નૈન..
નથી મિલન,
ખોવાણી પ્રિયે મારી,
ભીંના છે નૈન..
શિયાળે ઠંડી,
મુજને કોરી ખાય,
ભીંના છે નૈન.
પ્રીતિ ભટ્ટ
Thursday, 1 December 2016
ગીત
Labels:
પ્રીતિ ભટ્ટ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment