સૌ પંખીઓ એ સભા ભરી,
સમસ્યા ગંભીર હતી...
રજુઆત જરૂરી હતી,
સૌ ભગવાન પાસે ગયાં :
" પ્રભુ આ માણસ જાત
વિકાસ નાં નામે
વૃક્ષો અને જંગલો
કાપતાં જ જાય છે,
કાપતાં જ જાય છે...
વૃક્ષો વગર અમે રહીશું કયાં ?
અમારી કેટલીક પ્રજાતિઓ
પણ લુપ્ત ..."
સમસ્યા સાંભળી ભગવાન
પણ સહમી ગયાં,
ને સમસ્યા નું સમાધાન પણ
એમની સીમા થી ઘણે દૂર હોય
તેમ તેમને દેખાતું હતું...
થોડા વિચાર બાદ
ભગવાન બોલ્યાં :
" એક ઉકેલ છે... "
" શું...." પંખીઓ નું કુતૂહલ,
" જેમ જેમ જે પ્રજાતિ લુપ્ત
થતી જશે...એ સૌને હું માણસ
બનાવીશ."
પંખીઓ વિચાર માં પડ્યાં :
" આમેય ઘર વગર નું જીવન,
બચ્ચઓ ની સલામતી નહીં,
ને માણસ દાણા-પાણી આપે
ત્યારે ભૂખ-તરસ સંતોષાય,
ને ખેતરમાં પણ હવે ક્યાં
નિયમિત દાણા મળે છે ? "
પંખીઓ ને માણસ ની
વિકાસ ગાથાનાં સપનાઓ આવવા લાગ્યા :
ક્રોક્રિટનાં ઊંચા જંગલો,
ચમકતી આસ્ફાલ્ટ ની
સડકો,
એશો આરામ ની જિંદગી...
સવૅ સંમત થયાં....
માણસ બનવા...
ભગવાનને "હા" કહી
સૌ સસ્મિત પોતાના
સ્થાને ઉડવાં લાગ્યાં..
ભગવાન હસ્યાં :
ભૂખ-તરસ ને રહેણાંક ની
સલામતી સિવાય પણ
અનેક સમસ્યાઓ માં
ઉલઝાયેલો રહે છે,
માણસ જીવનભર,
ને...
માણસ ને પણ કયાં
ખબર છે કે...
વૃક્ષો અને પંખીઓ નાં
સંહાર બાદ
શું તેનું પણ અસ્તિત્વ
રહેશે કે નહીં ?
--- મુકેશ મણિયાર.
Tuesday, 20 December 2016
अछांगस
Labels:
मुकेश मणियार
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment