Tuesday, 20 December 2016

गझल

ચિત્ર પરથી ગઝલ(૧૯-૧૨-'૧૬)

ભૂમિ પર નિર્જીવ ઉપવન ઉઠતું ગ્યું,
જીવ જીવન એમ ખળભળતું ગ્યું.

ખુદનું પ્રતિબિંબ વામણું જોઈને,
અંશ સાચવવાને લાકડું લડતું ગ્યું.

પાંખને વિંઝીને પંખી ક્યાં ગયું?
શોર બીજો શોર સાટે જડતું ગ્યું.

આજ નહિ તો કાલ કૂંપળ ફૂટશે,
દર્દ વેઠીને સમયને ગણતું ગ્યું.

ઝાડ સૂકું યાદમાં સરતું ગયું,
કાચ ભીતર યાદ તરણું તરતું ગ્યું.

-હેતલ મકવાણા,"હીર",ભાવનગર

No comments:

Post a Comment